શાળાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે આચાર્ય અને તમામ શિક્ષકોને સન્માનશાળા નંબર 2 ગઢડાના અભ્યાસ કરતા બાળકોએ CET, CGMS, NMMS અને PSE જેવી પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર શાળા ગામ તથા જિલ્લા ને ગૌરવ પ્રદાન કર્યું છે

0

 શાળાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે આચાર્ય અને તમામ શિક્ષકોને સન્માનશાળા નંબર 2 ગઢડાના અભ્યાસ કરતા બાળકોએ CET, CGMS, NMMS અને PSE જેવી પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર શાળા ગામ તથા જિલ્લા ને ગૌરવ પ્રદાન કર્યું છે.

   રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા ઉપરોક્ત લેવાયેલ તમામ પરીક્ષાઓમાં બાળકો માટે ખૂબ જ અંગત રસ લઈને શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરાવીને ,વિશેષ સમય આપીને બાળકોને પરીક્ષાલક્ષી સારી એવી પૂર્વ તૈયારી કરાવેલ હતી. બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. આ ઉત્કૃષ્ટ દેખાવને પરિણામે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા શાળાના તમામ સ્ટાફને અભિનંદન પત્ર પાઠવેલ છે.આ સન્માન માટે સમગ્ર જિલ્લાની કુલ 33 શાળાઓ જેમાં બ્રાન્ચ શાળા નંબર 2 નો પણ સમાવેશ થાય છે તે શાળાને સન્માન 5 ની સપ્ટેમ્બર શિક્ષક દિન ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ દ્વારા રાખવામાં આવેલું હતું. અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા સૌને અભિનંદન આપવામાં આવ્યા હતા.



 અત્રે ઉલ્લેખનીય છે કે આવી પરીક્ષાઓની પૂર્વ તૈયારીના પરિણામે આવનારા સમયમાં બાળકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થઈ શકે છે.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default